મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રવાપર રેસિડેન્સી નજીક ખોડિયાર સર્વિસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા આરોપી કલ્પેશ દેવકરણભાઈ પરમાર ઉ.20 રહે.બોનીપાર્ક પાછળ, ખેંગડીની વાડી,મોરબી વાળાની તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂ રમની એક બોટલ કિંમત રૂપિયા 696 મળી આવતા 25 હજારના બાઈક સહિત 25,696નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.