મોરબી : આગામી તારીખ 20 જાન્યુઆરી ને મંગળવારના રોજ સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીના લીલાપર કેનાલ રોડ પર બોરીયાપાટી ખાતે આવેલ રામકો રેસીડેન્સી ખાતે કરવામાં આવ્યું છે.સતવારા સહકાર મંડળ-મોરબી દ્વારા આયોજિત 11 માં સમૂહ લગ્ન લગ્નોત્સવમાં અગ્નિદેવની સાક્ષીએ સપ્તપદીના મંત્રોચ્ચાર તથા સંતોના આશીર્વાદ સાથે 15 નવદંપતીઓ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરશે. લગ્ન વિધિ શાસ્ત્રી આશિષભાઈ પંડ્યા (કોયલીવાળા) કરાવશે. સમૂહ લગ્ન પ્રસંગે 20 જાન્યુઆરીએ સવારે 7:30 કલાકે ગણેશ સ્થાપન મંડપ મુહૂર્ત, સવારે 9:15 કલાકે જાન આગમન, સવારે 9:55 કલાકે સામૈયું, બપોરે 11:00 કલાકે ભોજન સમારંભ, સવારે 10:45 કલાકે હસ્તમેળાપ, બપોરે 2 કલાકે આશીર્વાદ અને બપોરે 4 કલાકે કન્યા વિદાય સહિતના કાર્યક્રમો યોજાશે.