મોરબી : મોરબીની લીલાપર ચોકડી પાસે ગત તા.15ના રોજ જીજે - 36 - ટી - 0335 નંબરના આઇસર ટ્રકના ચાલકે જીજે - 03 - ડીઇ - 9571 નંબરનું મોટર સાયકલ લઈને જઈ રહેલા ફરિયાદી બાબુભાઇ રામજીભાઈ વિડજા રહે.નાની કેનાલ રોડ, આમપાર્ક વાળાઓને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી અકસ્માત સર્જી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.