વળતર આપ્યા વગર નક્કી કરાયેલા કોરિડોર બહાર કામ થતા ખેડૂતોમાં રોષ : પોલીસ કાફલો પણ ઘટના સ્થળેમોરબી : માળિયા મિયાણાના રાસંગપર ગામે ખેતરોમાં હેવી વીજલાઈન નાખવા સામે ખેડૂતોએ રોશભેર વિરોધ નોંધાવ્યો છે. આ વેળાએ પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણાના રાસંગપર ગામે હેવી વીજલાઈન નીકળી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીએ હજુ કોઈ પણ વળતર આપ્યું નથી. તેમ છતાં કામ ચાલુ કરવામાં આવ્યું છે. નોટિસ આપ્યા વગર નક્કી કરાયેલા કોરિડોરની બહાર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી રોષભેર ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. જેને પગલે ખેડૂતોની અટકાયત કરવા પોલીસ કાફલો પણ બોલાવી લેવામાં આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.