મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ રોક ગ્રેનીટો એન્ડ સ્લેબ્સમાં સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં રોક ગ્રેનીટો અને સ્લેબ્સના સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા એ આયોજકો , રક્તદાતાઓ અને રોક ગ્રેનીટો અને સ્લેબ્સના સ્ટાફ પરિવારનો આભાર માન્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.