મોરબી અને હળવદ તાલુકામાં 55 ટકા, પછાત ગણાતા માળીયા મિયાણા તાલુકામાં 67 ટકા વેરા વસુલાતમોરબી : દરેક ગ્રામ, તાલુકા, જિલ્લા, મહાનગર અને રાજ્યનો વિકાસ સ્થાનિક ભંડોળ અને વેરા વસુલાત પર હોય છે ત્યારે મોરબી જિલ્લામાં નાણાકીય વર્ષ 2025 - 26મા ગ્રામ પંચાયતોની વેરા વસુલાત 51 ટકા સુધી પહોંચી હોવાના આંકડા સામે આવ્યા છે.મહત્વનું છે કે, વેરા વસુલાતમાં પછાત ગણાતો માળીયા મિયાણા તાલુકો અન્ય સમૃદ્ધ તાલુકાથી અગ્રેસર રહ્યો છે.માળીયા મિયાણા તાલુકામાં ચાલુ વર્ષે 66.89 એટલે કે, 67 ટકા વેરો વસુલ થયો છે.સાથે જ જિલ્લાના છ ગામોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ 100 ટકા વસુલાત થઈ છે.મોરબી જિલ્લા પંચાયત દ્વારા નાણાકીય વર્ષ 2025 - 26ના વેરા વસુલાતના આંકડા જાહેર કર્યા છે જે અન્વયે જિલ્લામાં સૌથી વધુ વેરા વસુલાત માળીયા તાલુકામાં 66.89 ટકા થઈ છે. સાથે જ મોરબી તાલુકના ગોરખીજડિયા, ભક્તિનગર, રામપર, ટંકારા તાલુકાના ગજડી, દેવળીયા અને વાઘગઢ ગામમાં 100 ટકા વેરો વસુલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, સરેરાશ જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતોમાં 51 ટકા જેટલો વેરો વસુલાયો છે અને હજુ પણ આગામી અઢી માસ જેવા સમયમાં વધુમાં વધુ વેરો વસુલ થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.