ટંકારા : છત્તર પ્રાથમિક શાળામાં પરંપરાગત ભારતીય તહેવાર ઉતરાયણ પર્વની ઉજવણી આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી કાચું મટીરીયલ લાવીને સુંદર અને રંગબેરંગી પતંગો બનાવી હતી. બાળકો દ્વારા બનાવવામાં આવેલી પતંગોમાં તેમની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને હાથકામ કુશળતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ ઉતરાયણ પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિથી બાળકોમાં આપણા તહેવારો પ્રત્યે રસ, પરંપરાનો આદર તથા સહકારભાવ વિકસ્યો હતો. બાળકો પણ મોટા થઈ ભવિષ્યમાં જાતે પતંગનું ઉત્પાદન કરે અને વહેંચે તેવી કારીગરી તથા વેપારી ભાવના વિકસે તેવી અપેક્ષા શાળાના શિક્ષકો દ્વારા સેવવામાં આવી હતી. આ ઉજવણીમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ધોરણ 4, 5માં અનુક્રમે સારેસા પ્રિયાંશી, પરમાર રોનક, પરમાર શ્રદ્ધા, અને ધોરણ 6 થી 8માં ચરપોટ દીશાંત & સારેસા દિપક, રાઠોડ પુનમબેન, પરમાર મીરાબેન પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવ્યા હતા. તે તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકબહેનોના વરદ હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.