મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા કેશરબાગ અને સુરજબાગના ડેવલોપમેન્ટની કાનગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ ગાર્ડનની આસપાસ તથા જાહેર રસ્તાઓ પર અવરોધરૂપ બનતા નડતરરૂપ ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગ પરથી નડતર રૂપ ઝાડી-ઝાંખરાદૂર કરવાની કામગીરી થી વાહન વ્યવહાર ને જાહેર માર્ગો પરથી પસાર થવામાં અગવડતા દૂર થસે તેમજ રાહદારીઓ માટે સુવિધા અને સુરક્ષા જળવાઈ રહેશે. મોરબી મનપાની ગાર્ડન શાખા દ્વારા આગામી સમયમાં શહેરમાં આવેલ વિવિધ ગાર્ડનના વિકાસ અને શહેરની સુંદરતા વધારવા માટે વધુ આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ઉપરાંત, કેશરબાગમાં સ્ટોર્મ વોટર લાઇન તેમજ સ્પ્રિંકલર લાઇનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે સુરજબાગમાં સ્ટોર્મ વોટર લાઇન નાખવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આગામી સમયમાં ગાર્ડનના વિકાસ, હરિયાળી વૃદ્ધિ તથા શહેરની સૌંદર્યવૃદ્ધિ માટે વધુ સુવિધાઓ સાથેની કામગીરી મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. તેમ ગાર્ડન શાખાની યાદીમાં જણાવાયું છે.