મોરબી : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા કચ્છના પ્રવાસે જતા, હોટેલ જી. કે. માળીયા મુકામે આજે બપોરે 3.00 કલાકે રોકાશે. ત્યાં તેઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળવાના છે.તેઓ મોરબી માળીયા વિસ્તારના નવલખી પોર્ટના વણઉકેલ પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવશે. આ ઉપરાંત તેઓ કચ્છ-જામનગર વીજ લાઈન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કરવા તથા પીપળીયા માળીયા વચ્ચે સાગરમાલા નેશનલ હાઈવે પસાર કરવા અંગે ચાંચાવદરડા અને જસાપર સહિતના ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવા જેવા મુદ્દાઓ સાંભળશે. સંબંધિત અધિકારીઓ અને ખેડૂતો-પ્રજાજનોની ઉપસ્થિતિમાં પ્રશ્નોનું શક્ય નિરાકરણ લાવવા ચર્ચા કરવાનું આયોજન છે. તેમ યાદીમાં જણાવાયું છે.