મોરબી : ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાટીદાર વુમન્સ ગ્રુપના બે ઉત્સાહી સભ્યો ચંદાબેન કાબરા અને કાજલબેન આદ્રોજા દ્વારા એક પ્રશંસનીય સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય અંતર્ગત ચંદાબેન કાબરા દ્વારા ઝુંપડપટ્ટીના જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી અનેક પરિવારોને સહાય મળી હતી.સાથે કાજલબેન આદ્રોજા દ્વારા તેમના પતિ રાજેશભાઈ આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે ઝુંપડપટ્ટીના બાળકોને પ્રેમપૂર્વક નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા તેમણે પોતાના જન્મદિવસને સેવા અને સંવેદનશીલતાના ઉદાહરણરૂપ ઉજવ્યો હતો. આ સેવાકાર્યમાં ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, અલ્પાબેન કાસુંદ્રા,આશાબેન પટેલ, પૂજાબેન પટેલ, શોભનાબેન કણસાગરા,નિરૂબેન સરડવા અને ભારતીબેન રંગપરિયા જોડાયા હતા.