યાર્ડમાં કપાસ, ઘઉં, મગફળી અને શાકભાજીની આવકમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 15 જાન્યુઆરી ને ગુરુવારના રોજ 792 ક્વિન્ટલ એટલે કે 3960 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1652 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 150 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1300 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 571, જીરુંના 4230, સીંગદાણાના 1553, રાયના 1460, સોયાબીનના 940, ચણાના 1055 અને એરંડાના 1242 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 800, કારેલાના 800, ગુવારના 2000, ભીંડાના 900, ટમેટાના 700, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.