મોરબી : આજરોજ 15 જાન્યુઆરીએ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમાર પટેલની સુચના મુજબ મોરબીના નગર દરવાજાની આસપાસમાં મોટર વ્હીકલ એક્ટ નિયમનો ભંગ કરતા રીક્ષા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વિવિધ નિયમોના ભંગ બદલ 6 રીક્ષાઓ ડીટેઇન કરવામાં આવી હતી. તેમજ કુલ 18 રીક્ષા ચાલકને 9000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રીક્ષા ચાલકો સામે આકરી કાર્યવાહી કરતા અન્ય રીક્ષા ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.