મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ રાધાપાર્કમાં રહેતા પ્રિન્સ અમિતભાઇ પરમાર ઉ.18 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.