શક્તિચોક તેમજ પંચાસર રોડ પર પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં શક્તિ ચોક તેમજ પંચાસર રોડ પરથી બે શખ્સોને વિદેશી દારૂની આઠ બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે શક્તિચોક નજીકથી આરોપી રાજુ જાદવભાઈ સરાણીયા રહે.આરટીઓ પાસે, જાંબુડિયા વાળાને વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂ.4872 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછપરછમાં દારૂની આ બોટલ આરોપી ઇકબાલ જુસબ કટિયા રહે.મોરબી વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે પંચાસર રોડ પર દરગાહ પાસેથી આરોપી મયુર પ્રેમજીભાઈ વાઘેલા રહે.ઓમપાર્ક, લક્ષ્મીનગર, માળીયા હાઇવે વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 979 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.