મોરબી : આજરોજ મકરસંક્રાંતિ નિમિત્તે લોકો દાન પુણ્ય કરીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. ખાસ કરીને ગૌ-માતાને ઘાસચારા માટે દાનનું આજના દિવસે વિશેષ મહત્વ હોય છે. ત્યારે મોરબી ઓટોમોબાઇલ એસોસિએશનના નાના મોટા વેપારી મિત્રોએ યથાશક્તિ ફાળો ઉઘરાવીને 50 હજાર રૂપિયા એકત્ર કર્યા હતા અને મોરબીની પાંચ નાની મોટી ગૌશાળાને 10-10 હજાર એમ પાંચ ગૌશાળામાં દાન અર્પણ કર્યું હોવાનું એસોસિએશનના પ્રમુખ ત્રિભોવનભાઈ લીખીયાએ જણાવ્યું છે.