ટંકારા : આજે વિક્રમ સંવત ૨૦૮૨, પોષ વદ અગિયારસના રોજ ભારતભરમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સૂર્ય જ્યારે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.જ્યોતિષીય ગણતરી અને સમયપ્રવેશ સમય: ભારતીય માનક સમય મુજબ બપોરે ૩:૧૩ વાગ્યે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.નક્ષત્ર અને રાશિ: આ સમયે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિના અનુરાધા નક્ષત્રમાં સ્થિત છે.સંક્રાંતિનું સ્વરૂપ: આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ અને ઉપવાહન અશ્વ છે. તેમણે પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે, તેમનું મુખ દક્ષિણ તરફ અને દૃષ્ટિ વાયવ્ય કોણમાં છે, જે આગામી વર્ષના શુભાશુભ સંકેતો આપે છે.ખગોળીય પરિવર્તન અને તારીખમાં ફેરફારકિશોર ભાડજા અને જ્યોતિષીય ગણતરીઓ મુજબ, પૃથ્વીના અયનાંશને કારણે સંક્રાંતિની તારીખમાં ધીમો ફેરફાર થાય છે:72-73 વર્ષનું ચક્ર: દર 72 થી 73 વર્ષે સૂર્યના રાશિ પરિવર્તનમાં એક દિવસનો વિલંબ થાય છે. આથી જ 1800 વર્ષ પહેલા જે તહેવાર 21-22 ડિસેમ્બરે આવતો હતો, તે હવે 14-15 જાન્યુઆરીએ આવે છે.ભવિષ્યની સ્થિતિ: વર્ષ 2008 થી 2080 સુધીના સમયગાળામાં સંક્રાંતિ 15 જાન્યુઆરીની આસપાસ રહેશે અને ત્યારબાદ તે હજુ એક દિવસ આગળ વધીને 16 જાન્યુઆરીએ આવશે.ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વમાગલિક કાર્યોની શરૂઆત: આજથી 'ખરમાસ' (કમૂર્તા) પૂર્ણ થાય છે અને લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ પ્રસંગોના દ્વાર ખુલે છે.દાન-પુણ્ય: આ દિવસે સ્નાન, સૂર્ય પૂજા અને ખાસ કરીને તલ-ગોળનું દાન અત્યંત ફળદાયી માનવામાં આવે છે.પ્રકૃતિ પરિવર્તન: ઉત્તરાયણના આરંભથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવા લાગે છે. આ પર્વ શિયાળાની વિદાય અને વસંતના આગમનનું પ્રતીક છે.લેખક : કિશોર ભાડજા