આકાશ રંગબેરંગી પતંગોથી દિપી ઉઠ્યું : અગાસીઓ પર જીંજરા-ચીકીની પણ લિજ્જત ઉઠાવતા લોકોમોરબી : આજે મકરસંક્રાંતિનો પર્વ છે. ત્યારે મોરબીમાં ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. અગાસીઓ ઉપરથી કાઇપો છે ના ગગનભેદી નારા લાગી રહ્યા છે. પતંગબાજોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. મોરબીનું આકાશ આજે ઉત્તરાયણના પર્વે રંગબેરંગી પતંગોથી દીપી ઉઠ્યું છે. લોકો વહેલી સવારથી જ ધાબાઓ ઉપર ચડીને પતંગો ઉડાડવા લાગ્યા હતા. એક બીજા પતંગોના પેચ લઈ અનહદ આનંદ માણી રહ્યા છે. તો બીજી તરફ ધાબાઓ ઉપર જીંજરા, ચીક્કી અને શેરડીની પાર્ટીઓ પણ ચાલુ છે. હાલ લોકો મનભરીને ઉત્તરાયણનો પર્વ માણી રહ્યા છે. બપોરે મોટાભાગના લોકો ઊંધિયું પાર્ટી કરી આ ઉત્તરાયણને યાદગાર બનાવશે.