મોરબી : શ્યામ મિત્ર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજસ્થાનના મોરબીમાં રહેતા પરિવારોના સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે મહેન્દ્રનગર ચોકડીએ સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 151 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં પ્રભાતભાઈ ડાંગર, રીછપાલ બિશ્નોઇ, સુરેશ ગઢવાલ, સુભાષ બિશ્નોઇ, મનોજ શર્મા, પ્રહલાદ મીણા, મુકેશ ગુર્જર અને શ્યામ મિત્ર મંડળના તમામ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને રાજસ્થાનના શ્યામ મિત્ર મંડળના તમામ યુવાનોનો આભાર માન્યો હતો. રક્તદાન કેમ્પ સાથે શ્યામ મિત્ર મંડળ દ્વારા ભવ્ય દરબાર, અખંડ જ્યોત, અલૌકિક શૃંગાર, છપ્પનભોગ, મહાપ્રસાદ, પુષ્પવર્ષા, શ્યામ ભજન સંધ્યા, જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.