હળવદ : હળવદ તાલુકાના ખોડ ગામે જુના મનદુઃખનો ખાર રાખી ચાર આરોપીઓએ ધારીયા, લાકડી લઈ આવી હુમલો કરવાની સાથે છુટા પથ્થરના ઘા મારતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા ફરિયાદી ભૂરાભાઈ માંડણભાઈ આલ ઉ.35 નામના યુવાને આરોપી લાલાભાઈ કરશનભાઇ ગઢવી, રાજેશભાઇ કરશનભાઇ ગઢવી, ભરતભાઇ કરશનભાઇ ગઢવી અને કુકાભાઈ કરશનભાઇ ગઢવી રહે.ખોડ વાળાઓએ જુના મનદુઃખનો ખાર રાખી લાકડી વડે માર મારી છુટા પથ્થરના ઘા કરી ધારીયા લઈ આવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.