હળવદ : હળવદ તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં કાંતિભાઈ મગનભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરતા મૂળ ગોધરાના દેવગઢ બારીયા તાલુકાના આમડી સોતરા ગામના વતની શૈલેષભાઇ સવજીભાઈ બારૈયા ઉ.32 વાળાના પત્ની રિસામણે ચાલી જતા મનમાં લાગી આવતા શૈલેશભાઈએ નવા ઘાટીલા નજીક કેનાલમાં કૂદકો મારી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.