પતંગ દોરા, ફીરકી, જીંજરા, શેરડી, ચિક્કીની છેલ્લી ઘડીએ ધૂમ ખરીદી મોરબી : મોરબીમાં ઉત્તરાયણ પૂર્વે મોડી રાત સુધી બજારોમાં રોનક જામી છે. અત્યારે બજારોમાં લોકોની ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. લોકો મનભરીને ખરીદી કરી રહ્યા છે. આવતીકાલે મકરસંક્રાંતિનો પર્વ છે. ત્યારે આજે છેલ્લા દિવસે મોડી રાત સુધી બજારોમાં ખરીદી જામી છે. શહેરના નહેરૂગેટ ચોક, નવા ડેલા રોડ ઉપર પતંગ બજાર છે, સરદારબાગ આસપાસ, શનાળા રોડ, પંચાસર રોડ, વાવડી રોડ, નવલખી રોડ, મહારાણા પ્રતાપ સર્કલ સહિતના તમામ વિસ્તારોમાં પતંગ ફીરકી, માસ્ક, જીંજરા, બોર, ચીક્કી, શેરડી સહિતની વસ્તુઓ ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.