મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 13 જાન્યુઆરી ને મંગળવારના રોજ 1350 ક્વિન્ટલ એટલે કે 6750 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1678 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 410 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1350 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 555, તલના 2080, જીરુંના 4200, સીંગદાણાના 1417, રાયના 1460, સોયાબીનના 940, અડદના 1398 અને ચણાના 1046 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 700, ગુવારના 1800, ભીંડાના 800, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.