100 કાર્યકર્તાઓ અને 10 ડોકટરોની ટીમ જીવદયાના કાર્યમાં ખડેપગે : હેલ્પલાઇન નંબર 7574868886 તથા 7574885747 જાહેરમોરબી : મોરબીમાં મકરસંક્રાંતિએ ઘાયલ પક્ષીઓની સારવાર માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્તવ્ય જીવદયા કેન્દ્ર સજ્જ બન્યું છે. શહેરમાં 9 સ્થળોએ ઘાયલ પક્ષીઓ માટેના કલેક્શન સેન્ટર કાર્યરત થઈ ગયા છે. જેમાં રવાપર ચોકડી, અવની ચોકડી, સુપર માર્કેટ સામે, નજરબાગ સ્ટેશન પાસે, નાની કેનાલ રોડ નાકે, નવલખી રોડ , સેન્ટ મેરી સ્કૂલ પાસે કલેક્શન સેન્ટર કાર્યરત રહેશે. બે સ્થળોએ સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે. જેમાં તા.13, 14 અને 15 જાન્યુઆરીએ રવાપર રોડ પર પટેલ મેડિકલ સામે તથા તા.14 જાન્યુઆરીએ મહારાણા પ્રતાપ સર્કલ પાસે સારવાર કેન્દ્ર કાર્યરત રહેશે. કુલ 100 કાર્યકર્તાઓ અને 10 ડોક્ટરની ટીમ આ જીવદયાના કાર્યમાં ખડેપગે રહેવાની છે. જો આપની આસપાસ કોઈ ઘાયલ પક્ષી દેખાય તો હેલ્પલાઇન નંબર મો.7574868886 તથા મો.7574885747 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. વધુમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ તમામ કર્મચારીઓને રજાના દિવસોમાં પણ કરુણા અભિયાનમાં ફરજ સોંપવામાં આવી છે. દરેક કર્મચારીઓને અલગ અલગ કેન્દ્રો પર ફરજ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 15 જેટલા પક્ષીઓ ઈજાગ્રસ્ત હાલતમાં આવ્યા છે. જેમાં આજે આવેલ એક પક્ષીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.