મોરબી : રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગૃપ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આવતીકાલે તારીખ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ નિમિત્તે સવારે 8 થી રાતના 8 સુધી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ મોરબીના શક્તિ મેડિકલ પાસે રામસરની બાજુમાં સરકારી હોસ્પિટલની સામે ગાંધી ચોક ખાતે કરાયું છે. તો આ કેમ્પની મુલાકાત લેવા સર્વેને જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.નં. 9924000301, 7878185959 પર સંપર્ક કરવા જણાવાયું છે.