મોરબી: સામાજિક સેવામાં કાર્યરત અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા આગામી તા. 20/01/2026, મંગળવારના રોજ ખોખરા હનુમાન મંદિર ખાતે 'ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલમય અવસરે કુલ 41 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નૂતન જીવનની શરૂઆત કરશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, બપોરે 02:30 કલાકે જાનનું આગમન થશે, ત્યારબાદ સાંજે 05:30 કલાકે હસ્તમેળાપ અને 06:30 કલાકે ભોજન સમારંભ યોજાશે.આ ધાર્મિક અને સામાજિક મહોત્સવમાં અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. જેમાં પૂજ્ય 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી (હરિહર ધામ ખોખરા), મહંત દામજી ભગત (નકળંગ ધામ બગથળા), મહંત પ્રભુ ચરણદાસજી (પ્રદેશ મહામંત્રી-અખિલ ભારતીય સંત સમિતિ) અને મહંત ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ મહેન્દ્રનગર) ખાસ હાજરી આપશે. મુખ્ય મહેમાન તરીકે પશ્ચિમ ક્ષેત્ર સંઘ સંચાલક ડૉ. ભાડેશીયા ઉપસ્થિત રહેશે.આ સમૂહ લગ્નમાં વિવિધ દાતાઓના ઉદાર સહયોગથી નવદંપતિઓને કરિયાવરની તમામ આવશ્યક ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ પ્રસંગે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહીને આ નવપરિણીત યુગલોને આશીર્વાદ આપશે.