મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજરોજ 12 જાન્યુઆરીએ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રજીસ્ટ્રેશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં મોરબીના ગાંધી ચોક, શનાળા રોડ, બસ સ્ટેન્ડ, નેહરુ ગેટ સહિતના વિસ્તારોમાં ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સામાન્ય ફૂડ ચકાસણી તથા ફૂડ લાઇસન્સ ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી.આ કામગીરી દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા 37 જેટલા દુકાન ધારકોના સ્થળની તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જે ખાણી-પીણીના ધંધાર્થીઓ પાસે ફૂડ લાઇસન્સ ના હોય તેઓએ ફૂડ લાયસન્સ વહેલી તકે કઢાવી લેવા જણાવવામાં આવ્યું હતું.