મોરબી: મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 13/01/2026 મંગળવારના રોજ કેબલ નાખવાની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો બંધ રહેશે. કોસ્મો જેજીવાય ફીડર સવારે 8 થી સાંજ નાં 6 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં ઇન્દિરા નગર, ધર્મ મંગલ સોસા.શિવ પાર્ક, સત્યમ પાર્ક, શીતળામાં વિસ્તાર તેમજ ઉમા વિલેજ સોસા.વિસ્તાર તેમજ આ ફીડર માં આવતા તમામ રહેણાંક,વાણિજ્ય તેમજ ઔદ્યોગીક વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.