મોરબી : મોરબીના રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા ધક્કાવાળા મેલડી માતાજીના મંદિરે આવતીકાલે તારીખ 13 જાન્યુઆરી ને મંગળવારના રોજ સવારે 11 વાગ્યાથી મહેતા પરિવાર દ્વારા માતાજીનો મહાપ્રસાદ (21 મણનો તાવો)નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વિશાલભાઈ વિનોદભાઈ મહેતા, વિનોદભાઈ જયંતીલાલ મહેતા પરિવાર દ્વારા કરાયું છે.