મોરબી : મૂળ હરીપર કેરાળાના વતની અને હાલ મોરબી રહેતા સ્વ. ઉમેદસિંહ ઝાલા તથા લાલુભા માનુભાઈ ઝાલા અને માતા શાંતુબા માનુભા ઝાલા તરફથી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીની ફ્રી ટિફિન સેવામાં એક લાખ રૂપિયાનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. આ તકે સંસ્થા દ્વારા શાંતુબા ઝાલાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.