મોરબી : મોરબીના નિર્મલ સ્કૂલ પાસે ક્રિસ્ટલ હાઇટ્સ બહાર પાર્ક કરેલી એક ઇનોવા કારના કાચ અજાણ્યા શખ્સોને ગતરાત્રીના સમયે ફોડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કારના માલિક પ્રશાંતભાઈ સુરેશભાઈ બોપલીયાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી છે. તેઓના જણાવ્યા અનુસાર રાત્રીના પાંચેક વાગ્યાના અરસામાં અમુક શખ્સોએ આવીને કોઈ કારણોસર કારના કાચ તોડી ચાલ્યા ગયા હોય તેવું સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું છે. આ મામલે કાર્યવાહીની તેઓએ માંગ ઉઠાવી છે.