મોરબી: આઈ શ્રી ખોડીયાર મંદિર, દરબારગઢ, મોરબી દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવામાં જીગ્નેશભાઈ રાઠોડ, તેજસભાઈ રાઠોડ, દિનેશભાઈ રાઠોડ, હિતેનભાઈ વાઘેલા, ધર્મેન્દ્રભાઈ પટેલ, પરેશભાઈ જાદવ સહિત ખોડીયાર મંદિરના યુવાનો અને સિનિયર સિટીઝન કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આ માનવસેવાના કાર્યમાં સહયોગ આપનાર તમામ રક્તદાતાઓ અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.