મોરબી : મોરબી શહેરમાં રૂ.૧૫.૦૩ કરોડના ખર્ચે છ ડામર રોડના કામ હાલ શરૂ છે. ટૂંક સમયમાં આ રોડના કામ પૂર્ણ થયા બાદ વાહનોને અવર જવરમાં ઘણી સરળતા રહેશે. તેમ મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાએ જણાવ્યું છે.વધુમાં જણાવ્યા મુજબ (૧) રૂ.૧૧૮.૪૬ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવલખી રોડથી શ્રધ્ધા પાર્ક સુધી ડામર રોડનું કામ, (૨) રૂ.૩૮૦.૪૮ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વાવડી ગામ થી નંદીઘર સુધી ડામર રોડનું કામ, (૩) રૂ.૧૭૯.૧૨ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ઉમીયાનગરથી જુના રફાળેશ્વરની ફાટક સુધી ડામર રોડનું કામ, (૪) રૂ.૧૪૫.૩૯ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કાલીન્દ્રી નદી થી જુના ઘૂંટુ રોડ સુધી ડામર રોડનું કામ,(૫) રૂ.૩૮૮.૮૧ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લીલાપર ચોકડીથી શ્રી રામ વાડી સુધી ડામર રોડનું કામ, (૬) રૂ.૨૯૧.૬૧ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પ્રધાન મંત્રી આવાસ યોજના થી પંચાસર રોડ સુધી ડામર રોડનું કામ શરૂ કરાયું છે. આમ કુલ ૬ કામોની અંદાજીત રકમ રૂ.૧૫૦૩.૮૭ લાખના થાય છે આ તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેવી સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાએ તેની યાદીમાં જણાવેલ છે.