ખાણ-ખનીજ વિભાગ સરપ્રાઈઝ ચેકીંગ કરે તેવી માંગમોરબી : મોરબીના મકનસર નજીક પોલીસ હેડ કવાટરની આજુ બાજુમાં જ બેફામ ખનન ચાલતું હોવાની સ્થાનિકોએ રાવ ઉઠાવી છે. આંખ આડા કાન કરનાર ખાણ-ખનીજ વિભાગ અહીં સરપ્રાઈઝ ચેકીંગ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મકનસર ગામ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. આ પ્રવૃત્તિ સરાજાહેર હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અહીં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીં સરપ્રાઈઝ ચેકિંગ કરી ગેરકાયદેસર રીતે ચાલતી ખનનની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.