વાંકાનેર : હાલ પોષ મહિના ચાલી રહ્યો છે જે ઠંડી માટે ધોરી મહિનો ગણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઠંડીથી લોકો ઠુઠવાઈ રહ્યા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને કડકડતી ઠંડીમાં રાહત મળે તે માટે દર વર્ષે ગરમ ધાબળા વિતરણ કરી હૂફ પૂરી પાડતા પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર દ્વારા વાંકાનેર તથા કુવાડવા વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સ્વયંસેવકો સાથે મળીને આવા જરૂરિયાતમંદોને લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.વાંકાનેર પંથકમાં ઠંડીમાં ઠુંઠવાતા જરૂરિયાતમંદોને ધાબળા પહોંચાડવા ગંગેશ્વર મહાદેવ મંદિર મિત્ર મંડળ, વેલનાથ મંડળ, શ્રી ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ, શ્રી બ્રહ્મસેના, શ્રી પરશુરામ યુવક મંડળ સહિત અનેક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે સેવાનું સંકલન કરી તેમજ કુવાડવા વિસ્તારમાં દેવિકા મહિલા મંડળ, બાલાજી ગ્રુપ, મોજીલો ડાયરો ગ્રુપ, સીતારામ ગ્રુપ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અરવિંદભાઈ રાજગોર, દેવાંગીબેન મહેતા, નટુભાઈ વ્યાસ, કાળુભાઇ મહેતા, ચનાભાઈ રામાણી, ભૂપતપરી ગોસ્વામી, રૂપેશભાઈ વ્યાસ, લાલભાઈ બાલાજી ગ્રુપ, બાબુભાઈ ગોહેલ, ભરતભાઈ કાકડિયા, જગદીશભાઈ કોટક સહિત અનેક સમાજ સેવકોના માધ્યમથી જરૂરિયાતમંદો સુધી ધાબળા રૂપી હુફ શૈલેષભાઈ ઠક્કર દ્વારા પહોંચાડવામાં આવી હતી. સેવાના ભગીરથ કાર્યોમાં હરહંમેશ જરૂરિયાતમંદો સુધી ધાબળા પહોચાડનાર સમાજના શ્રેષ્ઠીઓનું આ તકે શૈલેષભાઈ ઠક્કરે સાલ તથા ફૂલહાર પહેરાવી સન્માનિત કરાયા હતા. ત્યારે સેવાના સારથી શૈલેષભાઈ ઠક્કરનું પણ ઉમદા સમાજસેવાની બિરદાવી વાંકાનેર તથા કુવાડવાના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.દર વર્ષે ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા શિયાળામાં ધાબળાના વિતરણ તેમજ ઉનાળામાં પાણીના પરબ તથા તડકાથી રાહત મળે તે માટે ટોપીઓ વિતરણ કરે છે. છાશ વિતરણ સાથે અબોલ પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો, ગરીબોને અનાજની કીટ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાના ભગીરથ કાર્યો સમાજ માટે રાહ ચીંધે છે.