લેખક : ખ્યાતિબેનમોરબી : નવા વર્ષનો આ બીજો સપ્તાહ તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે? ગ્રહોની ચાલ અને ટેરો કાર્ડ્સના માધ્યમથી જાણો તમારું ભવિષ્ય.મેષ (Aries): 8 of Pentaclesમંત્ર: 'પરિશ્રમ જ સફળતાની ચાવી છે.'આ અઠવાડિયું તમારા કૌશલ્યને નિખારવાનું છે. કામમાં એકાગ્રતા વધશે અને તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે. નવા પ્રોજેક્ટ્સમાં પ્રગતિ થશે.વૃષભ (Taurus): 6 of Wandsમંત્ર: 'વિજય અને સન્માનનો સમય.'તમે લાંબા સમયથી જે સફળતાની રાહ જોઈ રહ્યા હતા તે હવે નજીક છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને કાર્યક્ષેત્રમાં તમારી જીત નિશ્ચિત છે.મિથુન (Gemini): 10 of Pentaclesમંત્ર: 'કૌટુંબિક સુખ અને સમૃદ્ધિ.'નાણાકીય દ્રષ્ટિએ આ અઠવાડિયું સર્વોત્તમ છે. વારસાની મિલકત કે લાંબા ગાળાના રોકાણથી લાભ થઈ શકે છે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે.કર્ક (Cancer): Justice (Reversed)મંત્ર: 'સંયમ અને સાવધાની રાખવી.'કોઈપણ ઉતાવળિયો નિર્ણય ન લેવો. કદાચ તમને લાગે કે તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, પણ ધીરજ રાખવી. કાયદાકીય બાબતોમાં સાવધ રહેવું.સિંહ (Leo): 2 of Swords (Reversed)મંત્ર: 'દુવિધાનો અંત, સ્પષ્ટતાનો પ્રારંભ.'લાંબા સમયથી ચાલતી માનસિક ખેંચતાણનો હવે અંત આવશે. તમે નિર્ણય લેવા માટે સક્ષમ બનશો. સત્ય તમારી સામે આવશે.કન્યા (Virgo): 6 of Swordsમંત્ર: 'શાંતિ તરફ પ્રયાણ.'મુશ્કેલ સમય હવે પાછળ છૂટી રહ્યો છે. મુસાફરીના યોગ છે, જે તમારા મનને શાંતિ આપશે. માનસિક બોજ હળવો થશે.તુલા (Libra): 5 of Swordsમંત્ર: 'વાદ-વિવાદથી દૂર રહેવું.'આ અઠવાડિયે જીતવા કરતા સંબંધો સાચવવા વધુ મહત્વના છે. બિનજરૂરી દલીલોમાં ન પડવું, નહીંતર માનસિક અશાંતિ થઈ શકે છે.વૃશ્ચિક (Scorpio): Page of Wandsમંત્ર: 'નવી તકો અને ઉત્સાહ.'તમારા જીવનમાં કોઈ સારા સમાચાર અથવા નવી તક આવી શકે છે. કંઈક નવું શીખવા માટે અથવા નવો બિઝનેસ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે.ધનુ (Sagittarius): The Empressમંત્ર: 'સર્જનાત્મકતા અને માતૃત્વનો ઉદય.'લક્ઝરી અને સુખ-સુવિધામાં વધારો થશે. નવા આઈડિયાઝ પર કામ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આ કાર્ડ સમૃદ્ધિનું પ્રતીક છે.મકર (Capricorn): Ace of Swordsમંત્ર: 'નવી શરૂઆત અને સ્પષ્ટ વિચારધારા.'તમારા વિચારોમાં નવી ઉર્જા આવશે. કોઈ મોટી સમસ્યાનો ઉકેલ મળશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ અઠવાડિયું પાવરફુલ છે.કુંભ (Aquarius): Knight of Wandsમંત્ર: 'સાહસ અને ગતિશીલતા.'તમે ઉર્જાથી ભરપૂર રહેશો. કાર્યમાં ઝડપ આવશે અને અટકેલા કામ પૂરા થશે. સાહસિક નિર્ણયો લેવાથી ફાયદો થશે.મીન (Pisces): Deathમંત્ર: 'જૂનું જશે, તો જ નવું આવશે.'ગભરાશો નહીં, આ કાર્ડ મોટા પરિવર્તનનું સૂચક છે. તમારા જીવનના કોઈ એક તબક્કાનો અંત આવશે અને નવી, સારી શરૂઆત થશે.તમારા જીવનની મૂંઝવણોના સચોટ ઉકેલ માટે આજે જ ટેરો રીડિંગ બુક કરાવો.પર્સનલ કન્સલ્ટેશન માટે સંપર્ક કરો:Whatsapp : 9136731555Insta : www.instagram.com/khyatihiranandani?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==