મોરબી : મોરબીમાં અસ્થિર મગજની બે મહિલાઓ સાથે દુષ્કર્મની લાંછનરૂપ ઘટના બની હતી. આ હેવાનીયત ભર્યું કૃત્ય આચરનાર બે શખ્સોને પોલીસે પકડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં તા.7ના રોજ રાત્રીના સમયે એક સેવાકીય સંસ્થામાં બે અસ્થિર મગજની મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. પોલીસે દુષ્કર્મ આચરનાર ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ ઉ.વ.32 રહે. મનહર નળીયા કારખાનાના રૂમમાં, લીલાપર રોડ, મૂળ. લખધીરનગર નવાવાસ અને હરેશભાઇ જીવાભાઈ સોલંકી ઉ.વ.30 રહે. મનહર નળીયા કારખાનાના રૂમમાં, લીલાપર રોડ, મૂળ. વાકડા તા.મોરબી બન્ને શખ્સોની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો સંસ્થાની પાછળના ભાગે જ મજૂરી કામ કરતા હતા. તેઓ રાત્રીના સમયે પાછળના ભાગેથી દીવાલ કૂદી બાથરૂમમાં બાખોરું પાડીને રૂમમાં પ્રવેશ્યા હતા. જ્યા તેઓએ અસ્થિર મગજની બે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. બન્ને શખ્સોને એ ડિવિઝન પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.