મોરબી : આવતીકાલે તારીખ 11 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીમાં રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટીની મહાસભા યોજાશે. આ મહાસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી છે.આ મહાસભા અંગે માહિતી આપતા મોરબી આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે 11 જાન્યુઆરીએ બાપા સીતારામ ચોક ખાતે રાત્રે 8-30 કલાકે ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની મહાસભા યોજાશે. આ મહાસભામાં ઉપસ્થિત રહીને ગોપાલભાઈ ઈટાલિયાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને મોરબીવાસીઓને આમ આદમી પાર્ટીમાં જોડાવવા આહવાન કરાયું છે. સાથે જ મોરબીની પ્રજાના પડતર પ્રશ્નોને લેખિતમાં રજૂ કરવા પણ જણાવાયું છે. મોરબીના આ પડતર પ્રશ્નો ગોપાલભાઈ ઈટાલિયા દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે.