મોરબી : મોરબીના ટ્રાન્સપોર્ટર જીતેન્દ્ર કૈલાની હત્યાના ગુનાના આરોપી જીતુ ગજિયાની રેગ્યુલર જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ ૨૦૨૪ માં ધ્રાંગધ્રાના રહેવાસી જીતેન્દ્ર કૈલાની થયેલ હત્યાના ગુનાના આરોપી જીતુની નામદાર ગુજરાત હાઇકોર્ટે તારીખ ૮/૧/૨૬ ના રોજ ગુનાની ટ્રાયલ ચાલુ થઈ ગયેલ હોય તેમજ આરોપી ફરાર હોય નામદાર ગુજરાત હાઇકોર્ટે આરોપીને જામીન અરજી નામંજુર કરેલ જેથી આરોપીના વકીલે આ જામીન અરજી પરત ખેચી લીધેલ છે. ફરિયાદી તરફે એડવોકેટ અક્ષય જે કૈલા તથા એડવોકેટ નિલય ઠાકોર રોકાયેલા હતા. તેમ ફરિયાદી એડવોકેટની યાદીમાં જણાવાયું છે.