મોરબી : માળિયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી ચાલી રહી હતી. જો કે, હવે સોમવારે અંતિમ દિવસ જ ખરીદી કરવામાં આવશે.માળિયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા જણાવાયું છે કે, તારીખ 9-11-2025ના રોજ ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટર શરૂ કરાયું હતું. જે તારીખ 7-1-2026ના રોજ 3584 મેસેજ છોડી પૂર્ણ કરવામાં આવ્યું હતું. બાકી રહેલા ખેડૂતો માટે તારીખ 10-1-2026 સુધી સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું હતું. પરંતુ વિશેષ તારીખ 12-1-2026 ને સોમવારે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી વધારાનો દિવસ ફાળવાયો છે. તો બાકી રહી ગયેલા અને મેસેજના 15 દિવસ ન થયા હોય તેવા જ ખેડૂતોને સોમવારે અવશ્ય વેચાણ માટે આવી જવા જણાવાયું છે. ત્યારબાદ સેન્ટર બંધ કરી દેવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ અને મેનેજર દ્વારા જણાવાયું છે.