મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બંધુનગર ગામની સીમમાં આવેલ પેગ્વિન સિરામિક કારખાના સામેથી શંકાસ્પદ હાલતમાં રહેલી જીજે - 13 - એબી - 5943 નંબરની ઇકો કાર ચેક કરતા ઇકો કારમાં બેઠેલા આરોપી ચીકાભાઈ છનાભાઈ વાટુકિયા રહે.દિકસર તા.મૂળી, જી.સુરેન્દ્રનગર અને આશિષકુમાર હિંમતલાલ પુજારા રહે.આસુન્દ્રલી તા.મૂળી જી.સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી જેમસન આઇરિસ બ્રાન્ડ દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 23,600 તેમજ ઇકો કાર કિંમત રૂપિયા 1,00,000 મળી 1.23 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.