ટંકારા : આવતીકાલે તારીખ 10 જાન્યુઆરી ને શનિવાર પોષ વદ-7ના રોજ રામાનંદી સાધુ સમાજના આદિ જગતગુરુ 1008 રામાનંદાચાર્યજીની 726મી જન્મજયંતીની ઉજવણી ટંકારાના ખીજડીયા ચોકડી પાસે આવેલા ખાખી મંદિર ખાતે કરવામાં આવશે.ટંકારા તાલુકા સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત આ જન્મજયંતી ઉજવણી કાર્યક્રમમાં સવારે 9-30 કલાકે ગુરુપૂજન કરવામાં આવશે. ત્યારબાદ સવારે 11 કલાકે ધર્મસભા, પ્રવચન અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ ઉજવણીના અવસરે સૌ રામાનંદી સાધુઓને સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.