મોરબી : મોરબી કોર્ટમાં ચાલેલા એક ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા બમણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાવની વિગત જોઈએ તો, મોરબીમાં રહેતા ફરિયાદી ગીરીરાજસિંહ અનોપસિંહ ઝાલાએ આશરે પાંચ વર્ષ પહેલા આરોપીને રૂપિયાની અંગત જરૂરિયાત હોય વગર વ્યાજે હાથ ઉછીના 1 લાખ રૂપિયા આપ્યા હતા. જે રકમ આરોપી 10 માસમાં પરત આપી દેશે તેવું જણાવ્યું હતું. પરંતુ આરોપીએ હાથ ઉછીની રકમ ફરિયાદીને પરત ન આપતા હોય જેથી આરોપીએ ફરિયાદીને લેણી રકમ પેટે રૂપિયા 1 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક આરોપીએ પોતાની સહી કરીને ફરિયાદીને આપેલ હોય ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા આ ચેક ફંડ ન હોવાના કારણે 22 સપ્ટેમ્બર 2022 ના રોજ રિટર્ન થયો હતો. જેથી ફરિયાદીએ ચેક રિટર્નની લીગલ નોટિસ વકીલ મારફતે આરોપીને મોકલી હતી અને મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પરેશભાઈ નાગજીભાઈ પઢીયારને ગુનેગાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની ડબલ રકમ 2 લાખ રૂપિયા ચૂકવવા હુકમ કર્યો છે. જો આરોપી આ રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ 90 દિવસની સાદી કેદની સજા તથા આરોપીને ચેકની રકમ 1 લાખ ઉપર વાર્ષિક 9 ટકા વ્યાજ ફરિયાદ દાખલ થયાથી અત્યાર સુધીનું ચૂકવી આપવા હુકમ કર્યો છે. મહત્વનું છે કે, ફરિયાદી તરફે યુવા વકીલ નીતા ટી. પરમાર, હીના એન. સંઘાણી, નરેશ પી. ડાભી, દેવકરણ એ. પરમાર અને જલ્પા કે. વેગળ રોકાયેલા હતા.