મોરબી : મોરબીમાં અવની ચોકડીથી બાપા સીતારામ ચોક સુધીના હીરાસરી માર્ગ ઉપર દરરોજ આખલાઓ મોટી સંખ્યામાં હોય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં છાસવારે આખલા યુદ્ધ સર્જાઈ છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માત થઈ ચૂક્યા છે અને અનેક વાહનોને નુકસાન પણ થયું છે. છતાં મહાપાલિકાને અહીં આટલી મોટી સંખ્યામાં આખલા નજરમાં કેમ આવતા નથી. તેવો સ્થાનિકોએ સવાલ કર્યો છે.