મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સર્કિટ હાઉસ નજીક વિદ્યુતનગર ઢાળીયા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) રમેશભાઇ દેવજીભાઇ ભોયા વિધુતનગર, વિક્રમવાડી, મોરબી (2) હરેશભાઇ ગીરીજાશંકર ત્રિવેદી રહે. રવિ રાંદલ પાર્ક, ભારતીનગર, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ (3) મહેશભાઇ કાળુભાઇ શેખાણી સો-ઓરડી, વરીયાનગર, મોરબી (4) લક્ષમણભાઇ સબુભાઇ ખાંટ રહે. માધાપર રામજીમંદિરની બાજુમાં, મોરબી અને (5) દિનેશભાઇ મોહનભાઇ ઝીઝુંવાડીયા રહે. રેલ્વે વર્કશોપ પાછળ ઝુલતા પુલની બાજુમાં, મોરબી વાળાને રોકડા રૂપિયા 22,800 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.