મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 9 જાન્યુઆરી ને શુક્રવારના રોજ 1432 ક્વિન્ટલ એટલે કે 7160 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1624 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 534 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1306 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 535, તલના 2012, જીરુંના 4030, સોયાબીનના 921, જુવારના 467, ચણાના 1045, સીંગદાણાના 1446 અને તુવેરના 1352 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 400, કારેલાના 700, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 500, લીંબુના 500, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.