મોરબી (મહમદશા શાહમદાર) : મોરબીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત રોયલા પીર સરકારનો ઉર્ષ મુબારક ભવ્ય ઉજવવાનો આયોજન કરેલ છે. તારીખ 12/01/2026 ને સોમવાર અને મુસ્લિમ ચાંદ (22) બાવીસ રજ્જબના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.આયોજન મુજબ બપોરે ત્રણ વાગ્યે ખાટકીવાસ સૈલાની પીર દરગાહથી જુલૂસ કાઢવામાં આવશે. અને મકરાણી વાસ રોયલા પીર સરકારની દરગાહ પર પુર્ણ થશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે સંદલ પોશી કરવામાં આવશે. સાંજે છ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ)નું પણ આયોજન કરેલ છે. જે ન્યાજ શરીફ મકરાણી વાસ ચોકમાં રાખવામાં આવેલ છે. સાથે સાથે રાત્રે 10 વાગ્યે નાત શરીફનો નૂરાની જલસો રાખવામાં આવેલ છે. તો આ મુબારક મોકા ઉપર પધારવા હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ રોયલા પીર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે