મોરબી : રાજકોટના રેસકોર્સમાં આવેલ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ દ્વારા તા.17 અને 18 જાન્યુઆરીના રોજ સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી બોન્સાઈ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન જીણાભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. વધુ વિગત માટે ચેતનભાઈ સિંધવ મો.નં.9979342986 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. બોન્સાઈ વૃક્ષ શું છે?બોન્સાઈ એ એક જાપાનીઝ પદ્ધતિ છે, જેમાં મોટા વૃક્ષોને વામન સ્વરૂપમાં ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે, મોટા વૃક્ષોને ઘર આંગણે ઉગાડવા શક્ય નથી કારણ કે તેમના મૂળ તેમના કદ જેટલા જ વધે છે. જોકે, બોન્સાઈ આર્ટ દ્વારા આવા વૃક્ષોને માત્ર બે થી અઢી ઇંચની ઊંચાઈમાં ઉગાડી શકાય છે. તેમજ તેમાં ફળ ફ્રુટ પણ આવે છે. આ પદ્ધતિ વર્ષો સુધી ટકી રહે તેવી છે અને ઓછી જગ્યા ધરાવતા ફ્લેટ કે ઘરોમાં પણ સૂર્યપ્રકાશની હાજરી હોય તેવી જગ્યાએ બોન્સાઈ વૃક્ષો ઉગાડી શકાય છે.