મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર જાંબુડિયા ઓવરબ્રિજ સર્વિસ રોડ પર ગત તા.30 ડિસેમ્બરના રોજ એક્ટિવા લઈને જઈ રહેલા કેશુભાઈ નટુભાઈ વીકાણી ઉ.54 રહે.લીલાપર રોડ વાળાને જીજે - 12 - એયું - 8910 નંબરના આઈવા ટ્રકના ચાલકે પાછળથી ઠોકર મારતા ફરિયાદી કેશુભાઈ અને એક્ટિવા પાછળ બેઠેલા સાહેદ વેરસિંગભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતમાં બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.