મોરબી: મૂળ બગથળા અને હાલ મોરબી નિવાસી રવિભાઈ ભરતભાઈ ઠોરિયા અને તેમના પરિવાર તરફથી તેમના પુત્ર દિવિતના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે, તેમણે માનવ મંદિર ખાતે વડીલોને ભોજનમાં મહાપ્રસાદ ધરાવ્યો હતો. આ કાર્ય દ્વારા, ઠોરિયા પરિવારે દિવિતના પ્રથમ જન્મદિવસને સેવાકીય ઉજવણી કરીને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.