179 પશુ માલિકોને લાયસન્સ અને 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ અપાઈ: પશુઓનું રજીસ્ટ્રેશન કરવા અપીલમોરબી: મોરબી મહાપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 06 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 2,181 પશુઓ પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, શાખા દ્વારા 179 પશુ માલિકોને લાયસન્સ અને 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ પણ આપવામાં આવી છે.આ ઉપરાંત, પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 32 નાગરિકોના પાલતુ શ્વાન (Pet Dog)નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા તમામ પશુ માલિકોને તેમના પશુઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પાલતુ શ્વાનના માલિકોને પણ તેમના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 1254 પશુઓનું RFID અને ટેગિંગ કરવામાં આવ્યું છે, અને આ મહત્વપૂર્ણ કામગીરી હજુ પણ પ્રગતિમાં છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.